કાર્યવાહી:32 વર્ષની ઉંમરમાં 24 ગુના કરનાર શખ્સ પાસામાં પુરાયો

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 ગુનો એ ડિવીઝન, 1 ભવનાથ અને 22 તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયા

જૂનાગઢ તાલુકા પોલીસે 24 ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસામાં અટક કરી અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ માથાભારે અને ભયજનક અસામાજીક પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવા ઉચ્ચ અધિકારીએ સૂચના આપી હતી. દરમિયાન ડેરવાણ ગામના 32 વર્ષિય જશુ ગંભીરભાઇ ભાટી સામે 24 જેટલા ગુના નોંધાયા હતા. આમાં 1 ગુનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં, 1 ગુનો એ ડિવીઝનમાં અને 22 ગુના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.

દરમિયાન ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જશુ સામે પાસા અંતર્ગત પગલાં લેવા સૂચના જારી કરાઇ હતી. જેના પગલે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી એસપી દ્વારા રજૂ કરતા જિલ્લા કલેકટો શખ્સ સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયાને બાતમી મળી કે, આરોપી જશુ ગંભીરભાઇ ભાટી હાલ ડેરવાણ ગામે હાજર છે. ત્યારે તાલુકા પીએસઆઇ પી.વી. ધોકડીયા, એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લઇ પાસામાં અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...