વિધાનસભાની ચૂંટણીને લઇ ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કેશોદ માંગરોળ બાયપાસ પર પેટ્રોલીંગ દરમિયાન એલસીબી પીએસઆઇ જે.જે. ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઇ સમાને બાતમી મળી કે, માનખેત્રા ગામે બસ સ્ટેશન પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. બાદમાં દરોડો પાડી શખ્સને ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન તેની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો(તમંચો) કિંમત રૂપિયા 5,000નો મળી આવ્યો હતો. વધુ પૂછપરછમાં તેનું નામ એજાજ ઉર્ફે એજલો યુુસુફભાઇ સલોટ હોવાનું અને શારદાગ્રામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. સાથે આ તમંચો તેણે મધ્યપ્રદેશના ભીંડથી અલ્કેશ ઠાકુર પાસેથી 7 માસ પહેલા 7,000માં ખરીધ્યો હોવાની પણ કબુલાત કરી હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.