જૂનાગઢ પોલીસના પોકો ચેતનસિંહ જગુભાઈને માહિતી મળી હતી કે, આઈપીએલની લાઈવ મેચ પર ક્રિકેટનો હારજીતનો સટ્ટો એક શખ્સ રમાડી રહ્યો છે. જેથી ચેતનભાઈએ સ્ટાફ સાથે બાતમીના સ્થળ મધુરમ વિસ્તારમાં વંથલી રોડ પર મામાદેવના મંદિર પાસે પહોંચ્યા હતા.
જ્યાંથી રાજકોટના કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટ એપાર્ટમેન્ટમાં રહેતો મુળ માંગરોળનો ઈશાનભાઈ ભીખાભાઈ જોષી જાહેર રોડ પર મોબાઈલમાં મુંબઈ ઈન્ડીયન અને પંજાબ કિંગ વચ્ચે રમાતી લાઈવ મેચ પર નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ લે કરતો હોય જેને 1 મોબાઈલ સાથે 50 હજારના મુદ્દામાલ ઝડપી લીધો હતો. તેમજ સટ્ટાની આઈડી જેના નામે હોય તે શખ્સ હાજર ન મળી આવનાર માંગરોળના મેખડી ગામે રહેતો મેરામણ ઉર્ફે મેરૂ મેર સામે ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.