તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:તાલાલાના જાંબુર ગીર ગામે મદ્રેસાના મૌલવી ઉપર અગાઉના મનદુઃખના કારણે એક શખ્સે મારમારી ધમકી આપી

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ શખ્સે પથ્થરના ઘા ઝીંકી, મારમારી ગામ છોડી ચાલ્યા જવાની આપી ધમકી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ગીર ગામે અગાઉના મનદુઃખમાં મદ્રેસાના મૌલવી ઉપર ગામના જ શખ્સએ હુમલો કરી પથ્થરના છુટા ધા કરી મારમારી ગામ છોડી ચાલ્યા જવાની ધમકી આપતા મોલવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મદ્રેસામાં શિક્ષણ આપવા આવતો નહીં અને ગામ છોડી ચાલ્યો જજે તેવી ધમકી આપી

તાલાલા તાલુકાના જાંબુર ગીર ગામે બિલાલી મદ્રેસામાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા મૌલવી શેખ ઇકરારભાઇ અહેમદભાઇ પઠાણ તેમના પુત્ર સાથે મરણના કામે એક્ટીવા સ્કૂટર ઉપર ગુંદરણ ગીર ગામે જતા હતા. ત્યારે જાંબુર ગીરની નદીના પુલ પાસે ગામના જ બિલાલ અબ્દુલ મજગુલ નામના શખ્સ અગાઉના મનદુઃખના કારણે છુટા પથ્થરના ઘા મારી સ્કૂટર ઉપરથી પછાડી દઇ મારમારી તું મદ્રેસામાં શિક્ષણ આપવા આવતો નહીં અને ગામ છોડી ચાલ્યો જજે તેવી ધમકી આપી હતી.

ધમકીની ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી

હુમલામાં ઇજાગ્રસ્ત પામેલા મૌલવીને સારવાર અર્થે હોસ્પિટલએ ખસેડાયા હતા. આ અંગે મોલવી ઇકરારભાઇએ ગામના જ શખ્સ સામે ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમાં બનેલા હુમલા અને ધમકીની ઘટનાના પગલે ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...