તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રહેતો શખ્સ પિસ્તોલ અને કાર્ટિઝ સાથે ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હથિયાર સાથે પકડાયેલ શખ્સ - Divya Bhaskar
હથિયાર સાથે પકડાયેલ શખ્સ
  • ગેરકાયદે હથીયાર મામલે સરગવાડાના શખસનું પણ નામ ખુલતા તપાસ શરૂ

જૂનાગઢમાં ભવનાથના રબારીનેશમાં રહેતો એક શખ્સને ગઈકાલે બપોરે એસઓજીની ટીમે સનસીટી મેઈન રોડ ઉપરથી ઝડપી લઈને તેના કબ્જામાંથી એક દેશી પિસ્ટલ અને એક જીવતો કાર્ટીસ કબજે લઈને ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરી છે.

જૂનાગઢમાં એએસઓજીના પી.આઇ. ભાટી, પીએસઆઇ જે. એમ. વાળા સ્ટાફના એમ. વી. કુવાડીયા, મહેન્દ્ર ડેર સહિતના સ્ટાફ સાથે ગઈકાલે બપોરના સમયે વગેરે શહેરના વંથલી રોડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે સનસીટી મેઈન રોડ ઉપર વોટર પ્લાન્ટની સામેથી વિજય જીકા કટારા (ઉ.વ.30) (રહે.ભવનાથ, રબારીનેશ) વાળો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવીને તલાસી લેતા તેના કબજામાં ગેરકાયદેસર રીતે રહેલ રૂ.25 હજારની કીમતની એક પિસ્ટલ અને એક જીવતું કાર્ટીસ મળી આવેલ હતું. જેથી તેની ધરપકડ કરીને પૂછતાછ હાથ ધરી હતી.

આરોપીને તેની પાસે રહેલ હથિયાર સરગવાડાના નીલેશ ખોડા બઢ નામના શખ્સ પાસેથી મેળવેલ હતું. જેથી આ બંન્ને શખ્સો સામે એસઓજીના સ્ટાફએ સી ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવતા પીએસઆઇ કે. એસ.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...