તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાં ધકેલાયો:જૂનાગઢના શખ્સને હદપારીના ગુનાના ભંગ બદલ ભુજ જેલ હવાલે કરાયો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા પોલીસ ફરીયાદ બાદ એક જ દિવસમાં જેલ હવાલે કરવા હુકમ

જૂનાગઢના સુખનાથ ચોક પાસે રહેતા અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇનો ગત તા.8/12/20 ના રોજ દોઢ વર્ષ માટે જૂનાગઢ જિલ્લામાથી હદપારીનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમનો અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ દ્વારા અવારનવાર ભંગ કરાતા જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન તળે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢ અંકિત પન્નુ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી આ શખ્સને ભૂજ ખાતે જેલમાં મોકલી આપવા હુકમ કરાયો છે.

ઉપરોક્ત શખ્સ તડીપારના ગુનાના ભંગ ઉપરાંત આ સમય દરમ્યાન વિવિધ ગુના અચરતા જૂનાગઢ પોલીસ દ્વારા ફરીયાદ કરતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટએ એક જ દિવસમાં જેલ હવાલે કરવા હુકમ કરી ગુનેગારો સામે કડક હાથે કામ લેવાનો સંદેશ પાઠવ્યો છે.

ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 62 અન્વયે હદપારી ભંગ બદલ જૂનાગઢમાં સુખનાથ ચોક તારબંગલા પાસે રહેતા 21 વર્ષીય અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીરને તા. 8/12/20 થી દોઢ વર્ષ માટે જૂનાગઢ જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવ્યો છે. આમ છતાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર, અનઅધિકૃત રીતે અવાર નવાર જૂનાગઢ શહેર તથા તાલુકામાં પ્રવેશ કરી હદપારીના હુકમનો ભંગ કરતો હતો.

વધુમાં આ શખ્સ દ્વારા હદપારીના હુકમનો અવારનવાર ભંગ કરવા ઉપરાંત અનધિકૃત ઘરમાં પ્રવેશી ઘરફોડી તથા ચોરી જેવા ગુના આચરતો હોય જાહેર વ્યવસ્થા જાળવવા અવરોધ રૂપ હોવાથી ગુજરાત પોલીસ અધિનિયમ 1952ની કલમ 62 મુજબ પગલા લેવાં પોલીસ ફરીયાદ દાખલ થઇ છે. જે અન્વયે જૂનાગઢ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ તેમને મળેલ અધિકારની રૂએ અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇને તેમની હદપારીના બાકી બચેલ સમય તા. 8/6/2022 સુધી ભૂજ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો છે. આ શખ્સ વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તા. 3-2-21 ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢને ફરિયાદ કરાતા તા. 3-2-21 ના રોજ હુકમ કરી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો