તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટનો આદેશ:જૂનાગઢ શહેરના શખ્સને હદપારી ભંગ બદલ ભૂજ જેલમાં ધકેલાયો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દોઢ વર્ષની હદપારી હોવા છત્તાં પરત આવી 3 ગુના કર્યા

દોઢ વર્ષ માટે હદપારી કરવામાં આવેલ હોવા છત્તાં જૂનાગઢ જિલ્લામાં આવી 3 ગુના કરનાર આરોપીને હદપારી ભંગ બદલ ભૂજ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરાયો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના સુખનાથ ચોક વિસ્તારના તાર બંગલા પાસે રહેતા 21 વર્ષિય આરોપી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇને 8 ડિસેમ્બર 2020થી દોઢ વર્ષ માટે જૂનાગઢ જિલ્લામાંથી હદપાર કર્યો હતો. તેમ છત્તાં આરોપીએ પ્રવેશ કરી હદપારી ભંગ કરવા સાથે એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદમાં 3 ગુના કર્યા હતા. બાદમાં આ મામલે એ ડિવીઝન પીઆઇ આર. જી. ચૌધરીએ આરોપી સામે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના આધારે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે આરોપીને રૂબરૂ બોલાવી તેને બચાવની તક આપી હતી. જોકે આરોપીએ હું અભણ હોઉ તડીપાર થયા બાદ પ્રવેશ માટે મંજૂરી લેવાની મને ખબર ન હોય તે મતલબની કરેલી દલીલ માન્ય ન હોય સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ આરોપીને હદપારીના બાકી સમય 8 જૂન 2022 સુધી જિલ્લા જેલ ભૂજ ખાતે રાખવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો