પોલીસની સરાહનીય કામગીરી:જુનાગઢના બિલખાનો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો, પોલીસે 1 લાખ રુપિયા પરત અપાવ્યા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવાં અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં ઇસમોને ડામી દેવા ઇ.ચા. ડીવાયએસપી એચ.એસ રત્ન જુનાગઢ વિભાગ અને બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.પી.ચુડાસમાને અરજદાર રાજેશ ચીમન ગોરફાડ ઉં.43. ચોરવાડી વાળાની અરજી બિલખા પોલીસ સ્ટેશનમાં આવી હતી. જેમાં અરજદારને બોલાવીને સાંભળ્યો હતો. જેમાં અરજદાર પાસે ફોન કરી OTP માંગતા અરજદારે આપેલો OTPથી બેંક એકાઉન્ટમાંથી રૂ 1 લાખ ઉપાડી લીધાનું જણાવ્યું હતું.

નાણાં બિહાર રાજ્યના થર્ડ પાર્ટી મેમ્બરના ખાતામાં ગયાં હતા
સાયબરના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બીલખા પો.સ્ટે.માં ફરજ બજાવતા પો.કોન્સ, વિપુલ રમેશ ગોહિલે, એસ.ઓ.જી.શાખા જુનાગઢ, સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર, સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ અને અલગ-અલગ બેંકના મેનેજરોની મદદ લઇને જીણવટ ભરી રીતે તપાસ કરી હતી. જેમાં ફ્રોડનો ભોગ બનનારા અરજદારના નાણાં બિહાર રાજ્યના થર્ડ પાર્ટી મેમ્બરના ખાતામાં ગયાં હતા. જેથી બેંક મારફતે તેઓનો કોન્ટેક્ટ કરી અને હકીકતથી વાકેફ કરતા થર્ડ પાર્ટી મેમ્બરને બિલખા પોલીસ સ્ટેશન ખાતે બોલાવાયો હતો અને અરજદારને તેના ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.1 લાખ પરત અપાવ્યા હતા. આ કામગીરી બિલખા પીએસઆઈ આર.પી.ચુડાસમા તથા પો.કોન્સ. વિપુલ રમેશ ગોહિલ વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...