લોક દરબાર:માંગરોળ PGVCL ખાતે લોકદરબાર યોજાયોક, લોકોએ વીજ પ્રશ્નોની રજૂઆત કરી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ.ડી.વરુણ કુમાર બરળવાલ લોકોના પ્રશ્નનો સાંભળ્યા
  • વહેલી તકે પ્રશ્નોના નિકાલ કરવાની ખાત્રી આપી

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર અને તાલુકાના પીજીવીસીએલના પ્રશ્નોની પદ અધિકારીઓ દ્વારા પીજીવીસીએલ એમ.ડી.ને રજુવાતો કરવામાં આવેલ.રજુઆતોમાં થોડીવાર માટે પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ગરમાયું હતું,પણ મોટાભાગના પ્રશ્નો નિવારણ આવ્યું હતું બાકી બીજા કામોની નિરાકરણ વહેલી તકે લાવવા અધિકારીઓ એ ખાતરી આપી હતી. પીજીવીસીએલ ના શહેરના ૧૩ જેટલા પ્રશ્નો અને ગ્રામ્ય વિસ્તારના 12 જેટલા પ્રશ્નનો નો નિકાલ કર્યો હતો.

તેમજ વીજ ધાંધિયા અને નવા વીજ કનેશન વિષે ચર્ચાઓ કરવામાં આવેલ અને ફોલ્ટ માટે કોલ કરતા ફોન ના ઉપડવાની ફરિયાદ કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી .જ્યારે સીટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂત લોકોને વીજ કનેક્શન માટે વીજ પોલ ઉભા કરવમાં પડતા વાંધા અંગે રજુઆત કરી હતી.

ત્યારે પીજીવીસીએલ દ્વારા નવા હેલ્પલાઇન નંબર 19122 નંબર પર પોતાની ફરીયાદ નોંધાવી શકશે, આ મીટીંગ માં એમ.ડી.વરુણ કુમાર બેરળવાલ,પોરબંદર એ.સી. કોડીયાતર, માંગરોળ હિરપરા સહીતના પીજીવીસીએલના અઘીકારીઓ હાજર રહીયા હતા.

અન્ય સમાચારો પણ છે...