ગીરગઢડા:વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદની મજા લેતો સિંહ કેમેરામાં કેદ થયો, વીડિયો વાઈરલ

ગીરગઢડા2 વર્ષ પહેલા
  • સિંહનો અદભુત નજારો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યો

ગીરગઢડામાં વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે એક સિંહ વરસાદની મજા લેતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. એક ખેડૂતે સિંહનો આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
ગીરગઢડામાં એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ સિંહ વરસાદની મજા લઈ રહ્યો હતો જે વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક ખેડૂતે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સિંહનો આ અદભુત નજારો નિહાળ્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

(રિપોર્ટ- જયેશ ગોંધીયા)

અન્ય સમાચારો પણ છે...