આયુષ મંત્રાલય દિલ્હી, નિયામક ગાંધીનગર અને જીલ્લા પંચાયત જુનાગઢ, જુનાગઢ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલ, ના સહયોગ થી જુનાગઢમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદમાં સરકારનું લક્ષ્ય તેમજ તંદુરસ્ત જીવન માટે આયુર્વેદનો ઉપયોગ અંગે સૌકોઈને માહિતગાર કર્યા હતાં આ સભામાં મહેમાનોનું સ્વાગત, લાભાર્થીઓને આયુષ કિટ ભેટ કરવી તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ કરી ઉપસ્થિત તમામને પ્રેરિત કર્યા હતાં.
આ આયુષ મેળામાં આયુર્વેદિક વાનગીઓ બનાવવામાં આવી હતી, તંદુરસ્ત વૃદ્ધ સ્પર્ધા, તંદુરસ્ત બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કક્ષાનો આયુષ મેળોમાં અગ્નિકર્મ, રક્તમોક્ષણ, મર્મ ચિકિત્સા, દંતોત્પટન, પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, માટેના સ્ટોલ ઉભા કરાયા હતા.સાંધાના દુખાવા, ગઠિયો વા, કમરનો દુખાવામાં પંચધાતુ શલાકા દ્વારા સારવાર,રક્તમોક્ષણ, ચામડીના રોગો, દુખાવો, લોહીનો બગાડ, સાંધાનો દુખાવો , માથાનો દુખાવો જેવી તકલીફોમાં એક્યુપંક્ચરની સોંયથી સારવાર,અસાધ્ય રોગોમાં શરીરના ખાશ પોઈંટ(મર્મ) ને અંગુઠા આંગળીથી દબાવી કોઈ પણ જાતની દવા વગર ઈલાજ શક્ય છે તેવી માહિતી આપવામાં આવી હતી. અનેપંચકર્મ- નિષ્ણાત દ્વારા આયુર્વેદ અનુસાર શુદ્ધિ માટેની પ્રક્રિયાઓ વમન,વિરેચન, અનુવાસન, બસ્તિ,આસ્થાપન બસ્તિ, નસ્ય વગેરે અંગે માર્ગદર્શન અપાયું હતું.તો ચામડીના રોગો,સ્ત્રી રોગો , બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા તમામ રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર કારગર નીવડે છે.દંપતીને સ્વસ્થ બાળક માટે ગર્ભધાન પહેલાં તથા ગર્ભાવસ્થા દરમિયાન ખાસ આયુર્વેદિક દવાઓ અને જીવન શૈલી ખૂબ ઉપયોગી નીવડે છે.
આયુષ મેળા બાબતે જૂનાગઢ જિલ્લા આયુર્વેદક અધિકારીએ જણાવ્યું હતું કે આ મેળાની અંદર લોકો આયુષ એટલે કે આયુર્વેદ યુનાની સીધા અને યોગ આ બધી જ જે આયુર્વેદની ફેકલ્ટીઓ છે તેનાથી માહિતગાર થાય અને લોકો જે સારવાર પદ્ધતિ છે તેનો લાભ મેળવે અને પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ટકાવી રાખે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકારનો આ પ્રયાસ છે અને લોકો આયુર્વેદથી વધારામાં વધારે માહિતગાર થાય તેના માટે આ આયુષ મેળાનું આયોજન કરવામાં આવે છે આયુષ મેળામાં વાનગી સ્પર્ધા પણ એક અલગ આકર્ષણનું કેન્દ્ર બની હતી કારણ કે ઘણા ખોરાક લેવાથી સૌ ગરબા મહિલાઓ કુપોષિત બાળકને જન્મ આપે છે ત્યારે બાળકોને દવાના માધ્યમથી ખોરાક આપવામાં આવે છે ત્યારે તે યોગ્ય નથી હોતો તેને બદલે આયુર્વેદિક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી કે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ હોય અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય જેથી કરીને કુપોષિત બાળકોનો દર પણ ઘટી શકે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.