જૂનાગઢના જોષીપરા આદીત્યનગર નવરંગ સ્કૂલ પાસે મન્નત ચુડાસમા તથા મન્નતનો મીત્ર પાર્થ વાઘેલા પોતાના ઘર નજીક સાંજના સમયે બેઠાં હતા, ત્યારે અચાનક જ આદિત્ય નગરમાં જ રહેતો યુવક આર્યન ઉર્ફે નીકુ અમ્રુતભાઈ બોરીચા ત્યા આવી મન્નત સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યાં હતા. તેમજ લાફો મારી છરી વળે હુમલો કરતા ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી. જે બાદ ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈ વાલ્મીકી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આરોપીને જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં પકડી જેલ હોવાને કર્યો હતો. જોકે, આજે વાલ્મીકી સમાજે રેલી યોજી આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.
જૂનાગઢ સમસ્ત વાલ્મીક સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ન્યાયીક માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, વાલ્મીકી સમાજ ઉપર થતાં અત્યાચારો અટકાવવા અને ઝડપથી ન્યાય આપવા બાબતે જોષીપરા આદિત્યનગર વાલ્મીક વિસ્તારમાં રહેતાં અરવિંદભાઈ દેવજીભાઈ ચુડાસમાના 17 વર્ષના પુત્ર મન્નત પર ધાતકી તિક્ષણ હથિયારથી ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ જીવલેણ હુમલાથી મન્નતનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી સમગ્ર વાલ્મીકી સમાજમાં શોકનો માહોલ છે. ત્યારે હત્યાનાં આરોપી સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય તેવી વાલ્મીકી સમાજની માંગણી છે. કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવી જુનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો દ્વારા રેલી યોજી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.