કાર્યવાહી:નાવડા ગામમાં દુકાનમાંથી 64,000 રૂપિયાના દાગીના ચોરનાર ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ શખ્સને વાડલા ફાટક પાસેથી ઝડપી લીધો

નાવડા ગામે સોનીની દુકાનમાંથી 64,000ના દાગીનાની ચોરી કરનારને એલસીબીએ વાડલા ફાટક પાસેથી ઝડપી લીધો છે. વંથલી તાલુકાના નાવડા ગામે રહેતા ભરતભાઇ પ્રભુદાસ લોઢીયાની શિવમ જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના દરમિયાન ચોરી થઇ હતી. તસ્કર દુકાનનું તાળું તોડી ટેબલના ખાનામાં રાખેલ સોના,ચાંદીના 64,000ના દાગીના ચોરી કરી નાસી ગયો હતો.

દરમિયાન ચોરીના બનાવને અટકાવવા અને આવા ગુનાના ગુનેગારોને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે, નાવડામાં થયેલ ચોરીના બનાવમાં ગોંડલ તાલુકાના ગરનાળા ગામના અશોક ઉર્ફે બાવ બાઘુભાઇ સારોલીયાની સંડોવણી છે અને આ શખ્સ હાલ વાડલા ફાટક પાસેના રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ઉભો છે.

બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રોકડા 3,160, મોબાઇલ ફોન કિંમત રૂપિયા 500નો મળી કુલ 3,660નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...