જાપાની યાત્રિક જૂનાગઢમાં:ભગવાન બુદ્ધના શિષ્યએ પગથિયા ચડી ગિરનાર પર માં અંબાના દર્શન કર્યા, 50 વર્ષ બાદ ફરી ભારતની મુલાકાતે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જાપાની યાત્રિકની તસવીર - Divya Bhaskar
જાપાની યાત્રિકની તસવીર
  • રાત્રી રોકાણ કર્યું, સવારે જઇ દતાત્રેયના દર્શન કર્યા

જાપાનના એક યાત્રિકે પગથિયા ચડી માં અંબાના દર્શન કર્યા હતા તેમજ દતાત્રેયના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે જાપાની યાત્રિકે જણાવ્યું હતું કે, તેનું નામ જીન્સેઇ થેરાસવા છે. તે ભગવાન બુદ્ધના શિષ્ય છે.

ભારત એ તેમના ગુરૂ ભગવાન બુદ્ધની ભૂમિ હોય ગુરૂભૂમિના દર્શન કરવા 50 વર્ષ અગાઉ પણ આવ્યો હતો, આજે ફરી આવ્યો છું. તેમણે ગિરનારના 5,000 પગથિયા ચડી માં અંબાના દર્શન કર્યા હતા તેમજ આરતી પણ કરી હતી.

બાદમાં રાત્રી રોકાણ કરી સવારે ગુરૂ દતાત્રેયના દર્શન કરવા પગથિયા ચડીને ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત બહુ જ પવિત્ર ભૂમિ છે. અહિં માં અંબાના તેમજ દતાત્રેયના આશિર્વાદ મેળવી આ આશિર્વાદ સમગ્ર દુનિયા પર પડે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...