ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સોરઠી સંત તરીકે જાણીતા વીરાભગતનું ભવ્ય મંદિર 2016 માં બનાવવામાં આવ્યું હતું. આજે વીરા બાપા મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ભારે ઉત્સાહ પૂર્વક સંપન્ન થયો હતો. જે અંતર્ગત આજે સવારે 8.30 કલાકે વીરાબાપાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે ડોળાસા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.
આ શોભાયાત્રામાં તમામ સમાજના લોકો ભારે ઉમંગ સાથે જોડાયા હતા. જેમાં ખાસ બહેનોની વિશાળ સંખ્યામાં હાજરી સૂચક હતી. આ શોભાયાત્રા બસ સ્ટેશન રોડ ઉપરથી પસાર થઈ ત્યારે થોડીવાર ટ્રાફિક પણ થંભી ગયો હતો. આ શોભાયાત્રા 11:30 કલાકે બાપાના મંદિરે પહોંચી હતી. જ્યાં બાપાનો હવન યોજાયો હતો. બાદમાં રાસ ગરબા પણ યોજાયા હતા. જે બાદ એક વિશાળ બાઈક રેલી બાજુમાં આવેલા લેરકાં ગામે આવેલા બાપાના મંદિરે પહોંચી હતી. જયા વીરા બાપાના જય કાર સાથે ધ્વજા ચડાવાય હતી. સાંજે 5 વાગ્યાથી ગામ સમસ્ત સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આસ્થાપૂર્વક જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.