રજૂઆત:10.50 લાખના મકાનનો 7 લાખનો દસ્તાવેજ કરતા 3.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન ખરીદનારે 3.50 લાખ દેવા ઇન્કાર કર્યો, પોલીસે પરત અપાવવા ખાત્રી અપાવી

જૂનાગઢમાં ઓછા ભાવે દસ્તાવેજ કરતા 3.50 લાખ ગૂમાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ અંગે રજૂઆત કરતા ડિવાયએસપીએ 3.50 લાખ પરત અપાવવા ખાત્રી અપાવી હતી. આ અંગે મળતી વિગત મુજબ જોષીપરામાં મકાન ધરાવતા વ્યક્તિએ પોતાનું મકાન 10.50 લાખમાં પોતાના ઓળખીતાને વેચ્યું હતું જેમાં દસ્તાવેજ 7 લાખનો કર્યો હતો અને બાકીના 3.50 લાખ રોકડા દેવાના હતા.

ખરીદનારે દસ્તાવેજ મુજબ 7 લાખ ચેકથી જમા કરાવી દીધા પરંતુ બાકીના રોકડા 3.50 લાખ થોડા સમયમાં આપવાની બાંહેધરી આપી હતી. જોકે, બાદમાં નાણાં આપવામાં હાથ અદ્ધર કરી દીધા હતા. આ અંગે રજૂઆત બાદ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ બી ડિવીઝન પીઆઇ એન.આર. પટેલ અને સ્ટાફને મોકલી સામેવાળને શોધી કાઢ્યો હતો. જ્યારે અરજદાર સાથે થયેલ વાતચિતના કોલ રેકોર્ડિંગના આધારે ગુનો નોંધવાની વાત કરી પોલીસની ભાષામાં સમજાવતા 3.50 લાખ આપવાના બાકી હોવાનું કબુલી 3.50 લાખ પરત આપવાનું લખાણ કરી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...