સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ મૂંગા પક્ષીઓને તેજધાર દોરાથી બચાવી લેવા માટે અને ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. કેટલીક સંસ્થાઓ મૂંગા પક્ષીઓ માટે સંયુક્તપણે ઝુંબેશ ચલાવશે. આ વખતે મૂંગા પક્ષીઓને બચાવવા માત્ર રેસ્ક્યુ ટીમ જ નહીં, પરંતુ એવેર્નેસ ટીમનું પણ અનોખું કાર્ય રહ્યું છે.
શહેરમાં બાળકો અને યુવાનો દ્વારા થતી પતંગ ઉડાડવાની મોજ વચ્ચે તેજધાર દોરાથી પક્ષીઓના ઘવાવાના કિસ્સાઓ જોવા મળે છે.ત્યારે આવા કિસ્સાઓ સામે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓએ પક્ષી બચાવો ઝુંબેશ શરૂ કરી દીધી છે. પતંગના તેજધાર દોરાઓ પાંખ, ગરદન, પગ પર લાગતાં પક્ષીઓ ઘવાઇ છે, તો ઘણીવાર ઊંચે આકાશેથી જમીન પર પટકાતાં કેટલાક પક્ષીઓનું મૃત્યુ પણ થાય છે. આવા બનાવોને ટાળવા માટે અને પક્ષીઓના જીવ બચાવી લેવા માટે મકરસંક્રાત ભલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ હોય પરંતુ પક્ષીઓ માટે કાળનો દિવસ હોય છે પતંગ ના તેજ અને ધારદાર દોરા પક્ષીના મોતનું કારણ બનતા હોયે છે પરંતુ જૂનાગઢમાં વન વિભાગ સાથે જીવ દયા સંસ્થાઓ અને પશુપાલન વિભાગના સહયોગથી પક્ષીઓ માટેનું હોસ્પિટલ શરૂ કરાઈ છે.
મકરસંક્રાત પતંગ રસિકો માટે ઉત્સાહનો દિવસ હોય છે પરંતુ અબોલ પક્ષી માટે ખુબજ કપરો અને કારમો જોખમથી ભરેલો દિવસ હોય છે પતંગના દોરામાં અનેક પક્ષીઓ ની પાંખો કપાઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને અનેક પક્ષીઓ મોતને ભેટતા હોય છે પરંતુ જૂનાગઢમાં આવા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ ના સહયોગથી પ્લાસવા પાસે આવેલ વનવિભાગના ઘાસ ડેપો ખાતે પક્ષીઓની હોસ્પિટલ શરુ કરવામાં આવી છે આ હોસ્પિટલ માં 10 દિવસ સુધી કરુણા શિબિર થકી ઘાયલ પક્ષીઓને નિષ્ણાંત વેટરનરી ડોક્ટરો દ્વારા સાજા કરવામાં આવસે સાથે જૂનાગઢની જુદી જુદી જીવ દયા સંસ્થા અને એનજીઓ દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ પશુપાલન અને જીવ દયા ની ટીમો ખડે પગે રેહસે અને પક્ષીઓને સારવાર કરવામાં આવશે, ખાસ કરીને જિલ્લામાં જુદા જુદા ત્રણ સેન્ટરો શરૂ કરાયા છે સાથે તમામ તાલુકાઓમાં પણ વેટનરી ટીમ સાથે જીવ દયાની ટીમો તૈનાત રહેશે.... લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને માનવ ઈજાઓ વધુ ન બને તેનું ધ્યાન રાખવા પણ જીવ દયા પ્રેમીઓએ અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.