માત્ર શ્રદ્ઘાનાં ભરોસે થતી લીલી પરિક્રમા:રસ્તા, પાણી, લાઇટ, ભોજન, આરોગ્ય, સુરક્ષાની વ્યવસ્થા ન હોવા છતાં ગામેગામથી શ્રદ્ઘાળુઓ પરંપરા જીવંત રાખવા ઉમટ્યાં

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગરવા ગીરનારની પરિક્રમા માટે ભલેને તંત્ર ગમે એટલા પ્રતિબંધ લગાવે. જે શ્રદ્ધાળુઓને ખબરજ નથી કે, પરિક્રમા નહોતી થવાની. એ લોકો તો આવી જ ગયા છે. તેઓને એ પણ ખબર નથી કે, માર્ગમાં અન્નક્ષેત્ર નહીં હોય, જેમને ખબર છે તેઓ સાથે તૈયાર ભોજન સામગ્રી અથવા રાશન લઇને આવ્યા છે.

રસ્તામાં સગવડ મળે ન મળે, તેની સાથે તેઓને કશી લેવાદેવા નથી. આ એવા લોકો છે જેમને બસ ગીરનારની પરિક્રમા કરવાની પરંપરા નિભાવવી છે. ભલેને એ માટે ગમે એટલું કષ્ટ વેઠવું પડે. એ તૈયારી સાથેજ આ લોકો આવ્યા છે. દરમ્યાન પરિક્રમામાં સવારે ગેટ બંધ થઇ ગયા બાદ છેક બીજા દિવસની વાટ જોતા હજારો લોકો ગેટ પાસેજ બેઠા હોય છે.

તેઓ દિવસ દરમ્યાન ભોજન, પાણી માટે ભવનાથનાં શેરનાથબાપુની જગ્યા, અગ્નિ અખાડા પાસે ગુરૂ દત્તાત્રેય સંસ્થાન સંચાલિત અન્નક્ષેત્રમાં જાય છે. આમ છત્તાં તંત્રની કડકાઇ સામે આસ્થા અડીખમ છે. અમદાવાદનું ત્રિકમ સાહેબ મંડળ છેલ્લા 22 વર્ષથી ગિરનારની પરિક્રમા માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...