ધોમધખતો ઊનાળો માનવી જ નહીં વન્ય પ્રાણીઓ ખાસ કરીને સાવજોને પણ અકળાવતો હોય છે. ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાં આજે સાંજે 6:15 વાગ્યે એક સાથે 13 સાવજોનું ગૃપ વોટર પોઇન્ટની ટાંકીમાંથી છલકાયેલા પાણીથી ભીની થયેલી માટીની ઠંડક માણતું જોવા મળ્યું હતું. સફારી ગાઇડ કમ ફોટોગ્રાફર જીતુભાઇ સીંધવે એ તસવીરને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
3 નર થકી 5 સિંહણને જન્મેલા 9 બચ્ચાંની પ્રાઇડ
ડેડકડી વિસ્તારનું આ 16 સીંહોના આ ગૃપમાં હાલ 2 નર, 5 સિંહણ અને 9 બચ્ચાં છે. આ 9 બચ્ચાં 3 નર થકી જન્મ્યાં છે. પણ એક નર હાલ એ ગૃપથી છૂટો પડી ગયો છે. ખુબીની વાત એ છેકે, આ પાંચેય સિંહણ બહેનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.