મહાસંમેલન:આજે 1 લાખથી વધુ ભરવાડ, ચારણ, રબારી સમાજના લોકોનું મહાસંમેલન

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિના હોવાના ઓળખ કાર્ડ અપાયા,પણ હક્ક ન અપાયા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામના પાટિયા ખાતે શુક્રવારે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોનું ધર્મસભાના સ્વરૂપે મહા સંમેલન યોજાશે. આ અંગે વિરાભાઇ શામળાએ જણાવ્યું હતું કે, આ સંમેલનમાં અંદાજે 1 લાખથી વધુ લોકો હાજર રહશે. ખાસ કરીને 1993 ની સાલમાં પંચ દ્વારા 42 હજારમાંથી 17,551 પરિવારોની ઓળખ મેળવાઈ હતી.

ગીર, બરડો અને આલેચાના વિસ્તારોમાં આદિવાસી જેવું જીવન જીવતા પરિવારોની સરકાર દ્વારા નીમવામાં આવેલા પંચ દ્વારા ઓળખવિધિ કરવામાં આવી હતી. બાદમાં આ 42,000 માંથી 17,551 પરિવારોને આદિજાતિ હોવાના ઓળખકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. જોકે, ગીર,બરડો અને આલેચ વિસ્તારના આ પરિવારોને ઓળખતો આપવામાં આવી પણ આદિજાતિ તરીકેના હક્ક હજુ સુધી મળ્યા નથી ! દક્ષિણના આદિવાસી પરિવારોના 137 યુવક, યુવતિઓને નોકરી મળી પણ ઓડર ન થયા! આ મામલે રજૂઆત કરતા હોવાથી સરકાર અમને અન્યાય કરી રહી છે

તેવો આક્ષેપ રબારી,ચારણ અને ભરવાડ સમાજના લોકો કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે પાણીધ્રાના પાટિયા ખાતે ધર્મસભાના સ્વરૂપે મળનાર મહા સંમેલનમાં આ મામલે શું કરવું તે અંગે અમારા ધર્મગુરૂઓ જે આદેશ આપશે તે મુજબ નિર્ણય લેવામાં આવશે તેમ વિરાભાઇ શામળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...