જૂનાગઢના શખ્સ સહિત ગીર સોમનાથના ગુંદરણ ગામના 5 શખ્સોની ટોળકીએ 7 વ્યક્તિ સાથે 3.47 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જૂનાગઢ આઇજી કચેરીમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ધનસુખભાઇ કુરજીભાઇ ધડુક એ તાલાલા તાલુકાના માધુપુર ગીરના વતની અને હાલ જૂનાગઢના જોષીપુરામાં રહેતા દિવ્યેશ ભીમશીભાઇ બારડ, રામભાઇ ભગવાનભાઇ કરમટા (ગુંદરણ, તા. તાલાલા), કાળુભાઇ ભગવાનભાઇ કરમટા, લખમણભાઇ ભગવાનભાઇ કરમટા અને અમરેલીના દિલાવર નનુભાઇ ચૌહાણ સામે પોતાની સાથે ભિયાળની જમીનના સાટામાં રામભાઇની ગુંદરણની જમીનનું સાટાખત કરાવી રૂ. 57 લાખ પડાવી લીધા હતા.
આ માટે એક જમીનના બદલામાં જે જમીન નહોતી જોઇતી એનો પણ સાટાખત કરાવ્યો. અને તેના રૂપિયા લીધા. પાછી ગુંદરણવાળી એ જમીન બીજાને વેચવાનો સાટાખત પણ તેઓએ જ કરાવ્યો. એટલુંજ નહીં. 57 લાખ રૂપિયા પણ પાછા ન આપ્યા. આ દરમ્યાન આ ટોળકીએ પોતાના સહિત 7 લોકો સાથે આ રીતે કુલ રૂ. 3 કરોડ 47 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.