તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સોરઠમાં શુક્રવારે વધુ 30 કોરોના પોઝિટીવ, 8 દર્દી ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢ જિલ્લામાં વધુ 9,397 સાથે કુલ 1,41,201ને રસીકરણ કરાયું

સોરઠમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. દરમિયાન શુક્રવારે સોરઠમાં વધુ 30 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 8 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં વધુ 20 ને કોરોના પોઝિટીવ આવ્યો છે. સામે 8 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન શુક્રવારે આવેલા કુલ 20 કેસમાંથી 11 કેસ જૂનાગઢ સિટીના છે. જયારે જૂનાગઢ તાલુકામાં 2, કેશોદ તાલુકામાં 3, માણાવદર તાલુકામાં 2 તેમજ માંગરોળ અને વિસાવદર તાલુકામાં 1 -1 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 22 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 23 ઘરના 95 લોકોનો સમાવેશ થાય છે.

જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં વધુ 10ને કોરોના પોઝિટીવ આવ્યો છે અને એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. બીજી તરફ કોરોના સામે લોકોને રક્ષણ આપવા માટે રસીકરણ અભિયાન પુરજોશમાં ચલાવાઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે વધુ 9,397 લોકોને કોરોનાની રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,41,201 લોકોને કોરોનાના વેક્સિન અપાયા છે. દરમિયાન હજુપણ કોરોના વેક્સિનેશની કામગીરી વધુ વેગવંતી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના મહામારીથી પોતાની જાતને રક્ષિત કરવા તમામ લોકો કોરોના વેક્સિનેશ કેમ્પમાં જઇ કોરોનાના ડોઝ લઇ લે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો