તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • A Further 3 Degree Drop In Cold In A Single Day, Junagadh City Is Experiencing A Double Season, Heat Is Likely To Increase In The Coming Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:એક જ દિ'માં ઠંડીમાં વધુ 3 ડિગ્રીનો ઘટાડો, જૂનાગઢ શહેરમાં બેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ, આગામી દિવસોમાં ગરમી વધી શકે તેવી સંભાવના

જૂનાગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીના 8 થી સવારના 9 શિયાળો, પછી ઉનાળો : મહત્તમ તાપમાન 29.9 ડિગ્રીએ પહોંચતા બપોરે ગરમી

જૂનાગઢ શહેરમાં હવે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સાથે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધુ 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીની અસરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં હાલ લોકોને મિશ્રઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ખાસ કરીને રાત્રીના 8 થી સવારના 9 વાગ્યા સુધી વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાય છે, જ્યારે બાકીના સમયે ઉનાળા જેવું વાતાવરણ રહે છે. એમાંયે બપોરના સમયે તો મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ પહોંચી જતા લોકોને ગરમીથી બચવા પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. દરમિયાન રવિવારે લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી હતું જેમાં એક જ દિવસમાં 3 ડિગ્રીનો વધારો થઇ સોમવારે 16.1 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે મહત્તમ તાપમાનનો પારો પણ 29.9 ડિગ્રીએ આવી જતા બપોરે ગરમી અનુભવાઇ રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધી શકે તેવી સંભાવના કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો