સરપંચ સંમેલન:સુત્રાપાડા પંથકમાં કૉંગ્રેસ સમર્થિત વિજેતા થયેલા સરપંચ-સભ્યોનો સન્માન સમારોહ યોજાયો, ભાજપના કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાયા

ગીર સોમનાથ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકના 20થી વઘુ ગામોના સરપંચોનું કોંગી ઘારાસભ્‍ય સહિતના આગેવાનોએ સન્‍માન કર્યુ

છ ટર્મથી મહિલાઓ શાસિત વેરાવળ તાલુકાની બાદલપરા ગ્રામ પંચાયતના યજમાન પદે સુત્રાપાડા તાલુકાના નવા વરાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્રારા ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા સરપંચ અને સભ્યોનું વિશિષ્ટ સન્માન કર્યુ હતુ. કોગ્રેસ પ્રેરિત સરપંચોના સન્માન સમારોહમાં સુત્રાપાડા તાલુકાના 20 થી વઘુ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્‍થ‍િત રહ્યા હતા. આ સમારોહમાં સુત્રાપાડા તાલુકામાંથી ભાજપના સેંકડો કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ઘારણ કરતા કોંગી અગ્રણીઓએ પક્ષમાં આવકાર્યા હતા.

ગીર સોમનાથ જીલ્‍લાના સુત્રાપાડા તાલુકાના ઘણા ગામોમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચો ચુટાય આવ્‍યા હોવાથી તાલાલા-સુત્રાપાડા વિસ્‍તારના કોંગી ઘારાસભ્‍ય ભગવાનભાઇ બારડના અઘ્‍યક્ષ સ્‍થાને સરપંચોનો સન્‍માન સમારોહ બાદલપરા ગામ ખાતે યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પ્રેરિત નવા ચુંટાયેલા જુદી-જુદી ગ્રામપંચાયતોના સરપંચો અને સભ્‍યોનું વિશિષ્‍ટ સન્‍માન કોંગી આગેવાનો દ્રારા કરવામાં આવ્‍યુ હતુ. એક સમય હતો કે કોંગ્રેસ છોડી કાર્યકરો મોટી સંખ્‍યામાં ભાજપ પક્ષમાં જોડાતા હતા પરંતુ ગીર સોમનાથ જીલ્‍લાના સુત્રાપાડા તાલુકામાં ઉલટી ગંગા વહેવાનું શરૂ થઈ હોય તેમ વેરાવળના બાદલપરા ગામ ખાતે કોંગ્રેસ અને તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા સત્કાર સમારોહમાં સુત્રાપાડા તાલુકા ભાજપના ગ્રામ્યકક્ષાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જેથી ઘારાસભ્‍ય ભગવાન બારડ અને જીલ્‍લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

આ તકે તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડએ ગીર સોમનાથમાં આકાર પામી રહેલ કોમર્શિયલ રેલવે લાઇનને લઇને કહેલ કે, સરકાર ધારે તો અનેક ખેડૂતો જમીન વિહોણા થતા અટકી શકે. ગીરમાંથી પસાર થતી મીટર ગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે તો ખેડુતોની જમીન બચી જાય એટલુ જ નહી રેલવે લાઇનનો વિરોધ કરી રહેલા અનેક ગામોના સરપંચો અને લોકો દિલ્લી સુધી રજૂઆત કરવાના છે. જેમાં અમે સાથે રહીને રજુઆત કરીશુ.

અન્ય સમાચારો પણ છે...