તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન:જૂનાગઢ ખાતે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાવંત વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાર્થીઓના સર્વાગી જીવન ઘડતરમાં શ્રેષ્ઠ પ્રેરકબળ આપતુ શિક્ષણ સમયની જરૂરીયાત છે. : મંત્રી જવાહર ચાવડા
  • આજે શિક્ષણ અને જ્ઞાન છે તેની પાસે સત્તા છે : મંત્રી જવાહરભાઇ ચાવડા

જૂનાગઢ સ્થિત કનેરીયા હાઇસ્કુલમાં બહોળી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતીમાં શિક્ષક દિન નિમિત્તે જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાવંત વિધાર્થીઓનો સન્માન સમારોહ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

શિક્ષકો વિધાર્થીઓને સન્માનીત કરી મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહયુ કે, આજે જેની પાસે જ્ઞાન અને શિક્ષણ છે તેની પાસે સત્તા છે. શિક્ષક દિનની ઉજવણી ત્યારે જ સાર્થક થશે જયારે શિક્ષકો અને આપણે સૌ વિધાર્થીઓના સર્વાગી જીવન ઘડતરમાં શ્રેષ્ઠ પ્રેરકબળ આપતુ શિક્ષણ અને જ્ઞાન આપીશુ. આવુ શીક્ષણ મેળવી આજનો વિધાર્થી જીવનના દરેક ક્ષેત્રે સફળ થાય. યુવાનોના ઉજવળ ભવીષ્ય માટે આજના સમયની આ જરૂરીયાત છે. વિધાર્થી જીવનમાં સફળ થઇ પોતાને શીક્ષણ આપનાર શીક્ષકને જીવનમાં કાયમ યાદ રાખવા સાથે ભવિષ્યમાં આજ શીક્ષક પાસેથી સન્માન મેળવે. શિક્ષક પાસેથી જીવનના સારા પાઠ શીખવાના છે. તેમણે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી કહયુ કે, શિક્ષણમાં સમયાંતરે ઘણું પરિવર્તન આવ્યુ છે. આ પરિવર્તન સાથે શિક્ષકો અને વિધાર્થીઓ તાલમેલ સાધી આગળ વધવાનુ છે.

આ કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મધુબેન સાવલીયા, કારોબારી ચેરમેન કંચનબેન દઢાણીયાના, જિલ્લા વિકાસ અધિકાર મીરાંત પરીખના હસ્તે જિલ્લા કક્ષા માટે શ્રેષ્ઠ શિક્ષક વાછાણી અમીતભાઇ ઉમરાળી પ્રાથમિક શાળા અને મારવાણિયા કૃણાલભાઇ શાપુર પે સેન્ટર શાળાને રૂ. ૧૫ હજાર પુરષ્કાર અને સાલ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક માટે પંડયા તુષાર મંડલીકપુર પ્રા શાળા, હિન્શુ મીન્ટુબેન કન્યાશાળા નં ૪ જૂનાગઢ, વ્યાસ દિપ્તિબેન તાલુકા પ્રાથમિક શાળા સાકરોળા, અને મકવાણા શિલ્પાબેન તાલુકા પ્રાથમિક શાળા બંટીયાને રૂ. ૫ હજાર અને સાલ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત આ પ્રસંગે જૂદી જૂદી શાળાનાં પ્રતિભાવંત વિદ્યાર્થિઓ રાશી પ્રફુલભાઇ અને હેતવી મુકેશભાઇ અભાંગી ભીયાળ પ્રાથમિક શાળા, ધારા મગનભાઇ ડાકી પ્રાથમિક શાળા કેરાળા, કૃષીતા ઉછડીયા કાથરોટા પ્રાથમિક શાળા, તનવી હીરપરા સુખપુર પ્રાથમિક શાળા અને નિરાલી રાણાભાઇ બગીયા રામકૃષ્ણ પ્રાથમિક શાળા કેરાળાને મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...