આયોજન:જૂનાગઢમાં આજથી પાંચ દિવસીય ગીરનાર મહોત્સવ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેશભરના કલાકારોની ગાયન, વાદન અને નૃત્યની સંગત જામશે

ટાઉનહોલ ખાતે આવતીકાલ તા. 5 જાન્યુ.ના રોજ સાંજે 6 વાગ્યાથી ગીરનાર મહોત્સવ શરૂ થશે. આગામી પાંચ દિવસ સુધી ચાલનાર ગીરનાર મહોત્સવમાં દેશભરનાં જાણીતા કલાકારો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય સહિતની કલા પ્રસ્તુત કરશે. શાસ્ત્રીય નૃત્યમાં મોહિની અટ્ટમ, ગાયનમાં જૂનાગઢના જાણીતા કલાકાર વિપુલભાઈ ત્રિવેદી તેમજ દિલ્હીના પ્રિયંકાબેન માથુર, રાજકોટના તર્જનીબેન હિરાણી ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવમાં ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી અને કથક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા મુંબઈના પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું છે. આ મહોત્સવ તા. 5, 6, 7 જાન્યુઆરી દરમિયાન સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. જ્યારે તા. 8 અને 9 દરમિયાન તેનો સમય સવારે 10 વાગ્યાનો રહેશે. કાર્યક્રમને જિલ્લા સહકારી સંઘ, જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક, વેરાવળ મર્કન્ટાઇલ કોપરેટીવ બેંક, કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી વગેરે સહકારી સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...