માછીમાર રાતોરાત કરોડપતિ બન્યો:ગીર સોમનાથ જિલ્લાના માછીમારને અતિ કિંમતી ગણાતી ઘોલ માછલીઓ મળી આવી, 2000 નંગ માછલીની અંદાજિત બજાર કિંમત 3 કરોડ રૂપિયા

વેરાવળએક દિવસ પહેલા
પકડાયેલ ઘોલ માછલીનો જથ્‍થો
  • વિદેશમાં ઘોલ માછલીનો મેડીકલ અને ખાદ્યપદાર્થની વાનગી બનાવવામા ઉપયોગ થાય છે
  • માછલીનો જથ્થો ત્રણ બોટમાં ભરી બંદર પર લાવવામા આવ્યો

દેને વાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે...ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારની સ્થિતિ પણ એક રાતમાં જ પલટાઈ ગઈ છે. માછીમારને ઘોલ નામની અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઘોલ માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે. સૈયદ રાજપરાના માછીમારને ઘોલ માછલીના 2000 નંગ મળી આવ્યા છે.

પકડાયેલ ઘોલ માછલીના જથ્‍થોને બોટમાં ભરી રહેલ ખલાસીઓ
પકડાયેલ ઘોલ માછલીના જથ્‍થોને બોટમાં ભરી રહેલ ખલાસીઓ

માછીમારે ઝડપેલી માછલીની અંદાજિત બજાર કિંમત ત્રણ કરોડ રૂપિયા
જીલ્‍લાના ઉના તાલુકાના છેવાડાના દરિયાકાંઠે આવેલા સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફીશીગ બોટ લઇ દરિયામાં માછીમારી કરવા થોડા દિવસો પહેલા ગયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલા ગુજરાતના દરિયામાં ખાડી વિસ્‍તારમાં આ ફીશીગ બોટ મચ્‍છી પકડવા માટે જાળ બિછાવી કામગીરી કરી રહેલ હતા. જેમાં રાત્રિના સમયે કિંમતી ઘોલ નામની પ્રજાતિની માછલીનો જથ્‍થો માછીમારની જાળમાં આવ્યો હતો. જાળમાં આવેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલી એક ફીશીગ બોટમાં રાખવી શકય ન હોવાથી માછીમારે તે જ વિસ્‍તારમાં માછીમારી કરી રહેલ પોતાના પરિચીતની અન્‍ય બે બોટોને બોલાવી હતી. બાદમાં પકડાયેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદરે પહોચ્‍યા બાદ ગણતરી હાથ ઘરતા અંદાજે 2 હજાર નંગ જેટલી ઘોલ માછલીનો જથ્‍થો પકડાયાનું સામે આવેલ હતુ. પકડાયેલ માછલીના જથ્‍થાની બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળેલ છે. આમ માછીમારને જેકપોટ લાગતા રાતોરાત કરોડપતિ બની જતા ખુશખુશાલ થઇ ગયો હતો.

દરિયામાંથી મળી આવેલી ઘોલ માછલીઓનો જથ્થો
દરિયામાંથી મળી આવેલી ઘોલ માછલીઓનો જથ્થો

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘોલ માછલીની ઊંચી કિંમત
માછીમારી વ્‍યવસાયના જાણકારના મતે ઘોલ નામની પ્રજાતિની માછલીની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ખૂબ ઊંચી કિંમત છે. આ માછલીના શરીરના અંદર બ્‍લેડર નામનો અંગ ખૂબ જ કિંમતી હોય છે. જયારે તેના માસનો વિદેશમાં સૂપમાં ઉપયોગ થાય છે. આ ઘોલ માછલીનો મેડીકલ અને વિદેશમાં ખાઘપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માછલી ફીશ મોઝનો વેપાર કરતા જ વેપારીઓ ઘોલ માછલી ખરીદ કરતા હોય છે.

ઉનાનું સૈયદ રાજપરા બંદર
ઉનાનું સૈયદ રાજપરા બંદર

કિંમતી ઘોલ માછલી દરિયામાં મોટાભાગે ખાડી વિસ્‍તારના દરિયામાંથી જ મોટાભાગે મળી આવે છે. ગુજરાતમાં કચ્‍છ અને ગલ્‍ફની ખાડી વિસ્‍તારના દરિયામાં ઘોલ માછલી મળી આવે છે. હમેંશા ઘોલ માછલી દરિયામાં સમૂહમાં જ મળી આવે છે. કારણ કે ઘોલ માછલી દરિયામાં કયારેય એકલ દોકલ હોતી નથી. જેથી જયારે ઘોલ માછલી પકડાય ત્‍યારે તે મોટા જથ્‍થામાં જ મળી આવે છે. જેથી જે માછીમારની જાળમાં ઘોલ માછલી પકડાય તેને સીઘે સીઘો જેકપોટ લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...