• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Fire Broke Out In A Sugarcane Field In Gir Devli Village Of Kodinar Due To Short Circuit In The Power Wire. The Finished Crop Was Burnt To Ashes.

હોઠે આવેલો કોળિયો છીનવાયો:કોડીનારના ગીર દેવળી ગામમાં વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા શેરડીના ખેતરમાં આગ લાગી, તૈયાર પાક બળીને ખાક થયો

ગીર સોમનાથ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીની બેદરકારી સામે ફોજદારી કરવા ખેડૂતે તજવીજ હાથ ઘરી

ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર પંથકમાં મોટાપાયે શેરડીના પાકનું ખેડૂતો દ્રારા વાવેતર થાય છે. દરમિયાન છેલ્‍લા થોડા સમય દરમિયાન શેરડીના ખેતરો ઉપરથી પસાર થતી વીજ વિભાગની જર્જરીત લાઇનોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા ઝરતા હોવાથી શેરડીનો પાક બળીને ખાખ થવાની ઉપરા છાપરી ત્રણેક ઘટના બનેલ હોવાથી ખેડૂત વર્ગમાં વીજ તંત્ર સામે રોષની લાગણી પ્રર્વતેલ છે. આવો જ વઘુ એક કીસ્‍સો કોડીનારના ગીર દેવળીના ખેડૂતે પોતાની ચાર વિઘા જમીનમાં વાવેલ શેરડી બળીને ખાખ થતા ફોજદારી કરવા તજવીજ હાથ ઘરી છે.

ગીર સોમનાથના કોડીનાર પંથકના ખેડૂતોમાં વીજ વિભાગ સામે રોષ પ્રર્વતેલ છે. કારણ કે કોડીનાર પંથકમાં હાલ શેરડીનો પાક તૈયાર થઇ ગયો છે એવા સમયે જ પીજીવીસીએલના જર્જરીત વાયરો ખેડૂતોના વેરી બન્યા હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. જેમાં તાલુકાના ગીરદેવળી ગામે એક ખેડૂતના ચાર વિઘાના શેરડીના ઉભા પાકમાં વીજ વિભાગની ઇલેકટ્રીક લાઇનના વાયરોના તણખા શેરડીના વાડ પર પડતા ભીષણ આગ ભભુકી હતી. જેમાં ખેડૂતને સાડા ત્રણ લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો છે.

ગઇકાલે બપોરના સમયે ગીરદેવળી ગામના ભાવસિંહભાઇ મીઠાભાઇ ચૌહાણની રામણીના પા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ વાડીમાં ઉભી શેરડી અંદાજે 120 ટન જેટલી કિંમત રૂ.3 લાખ તથા ચારાનો જથ્‍થો રૂ.40 હજારના પડેલ હતો. ત્‍યારે ખેતર ઉપરથી પસાર થતા વીજ વિભાગના જર્જરીત વાયરોના તણખા ઝરતા શેરડીના વાડામાં ભીષણ આગ લાગી હતી. જેમાં આખુ વર્ષ મહેનત કરીને ખેડૂતે તૈયાર કરેલ શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. જેના પગલે ખેડૂતોના મો એ આવેલો કોળીયો ઝુંટવાઇ જતાં આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. છેલ્‍લા થોડા સમયમાં આવી જ રીતે આગ લાગવાની ત્રણેક ઘટનાઓ બની હોવાથી હવે ફરી અન્ય કોઇ ખેતરોમાં આવી ઘટના ન બને તે માટે વીજ તંત્ર ઘટતા પગલા ભરે અને નુકશાન પામેલા ખેડૂતેને સહાય મળે તેવી ખેડૂત સમિતિએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...