તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:વેરાવળની મુખ્ય બજારમાં નોવેલ્ટીની દુકાનમાં શોર્ટ સર્કિટથી દુકાનમાં આગ લાગી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • દુકાનમાં રહેલ માલ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો

વેરાવળમાં કોરોના મહામારી સંદર્ભે દુકાનો બંધ હોય તેવા સમયે સુભાષ રોડ ઉપર આવેલ આકૃતિ માર્કેટમાં એક બંધ દુકાનમાં આજે બપોરના સમયે આગ લાગી હતી. આ ભીષણ આગ લાગવાની જાણ થતા સમયસર ફાયર બ્રિગેડ આવી જતા આજુબાજુમાં આવેલી દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી આગ પ્રસરતા અટકાવેલી હતી.

પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લેવાઇ
વેરાવળની મુખ્ય બજારમાં આવેલ હેતલ નોવેલ્ટી નામની બંધ દુકાનમાં આજે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ભીષણ આગ લાગેલ હતી. સુભાષ રોડ પર આવેલી આ આગની જાણ ફાયર ફાઇટરને થતા તાત્કાલીક બે ફાયર ફાઇટરો સાથે મનુભાઇ બામણીયા, પ્રકાશભાઇ દાસ, હરસુખભાઇ કુહાડા, હરીભાઇ કુહાડા, પ્રવિણભાઇ સરકાર સહીતના સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લેવાઇ હતી.

તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા સહીતના પણ સ્થળ ઉપર દોડી આવેલા હતા. હાલ આ આગ ઇલેકટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આવેલું છે. જયારે દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો માલ આગમાં ખાખ થયેલ હોવાનું દુકાન માલીક ચેતનભાઇ ભાવસારે જણાવેલું છે.

અન્ય સમાચારો પણ છે...