તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માસ્ક ન પહેરનાર 310 શહેરીજનો પાસેથી 3.10 લાખનો દંડ વસુલાયો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોક ડાઉનમાં છૂટછાટનો ગેરઉપયોગ સામે કાર્યવાહી
  • વાહન ચેકીંગમાં 284 લોકો પાસેથી 61,300 વસુલ્યા, 40 વાહનો ડિટેઇન

લોકડાઉનનમાં મળેલી છૂટછાટનો ગેરઉપયોગ કરનારા સામે પોલીસે સ્પેશ્યલ ચેકીંગ ડ્રાઇવ કરી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસની ચેકીંગ ડ્રાઇવ દરમિયાન માસ્ક ન પહેરનાર 310 લોકો પાસેથી 3,10,000નો દંડ વસુલાયો છે. 284 લોકો પાસેથી મોટર વ્હિકલનો ભંગ કરવા બદલ 61,300નો દંડ વસુલ્યો છે. જ્યારે 40 વાહનો પણ ડિટેઇન કરાયા છે. દરમિયાન દંડ ભરવા સક્ષમ ન હોય તેવા 100 લોકોને દરરોજ માસ્ક વ્યવસ્થિત પહેરવા તાકીદ કરવામાં આવે છે. આ કામગીરી રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કરાઇ રહી છે. આ કામગીરી એ, બી, સી ડિવીઝન અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે ભવનાથ પીએસઆઇ એમ. સી. ચુડાસમાએ ભવનાથ વિસ્તારમાં બેસતા લોકોને માસ્ક માત્ર ગળે લટકાવી ન રાખવા તેમજ મોઢું અને નાક ઢંકાય તે રીતે પહેરવા જાણ કરવા સાથે માસ્ક પહેરાવવામાં પણ આવે છે. માત્ર દંડાત્મક જ નહિ કોરોના અંગે લોકોમાં જાગૃત્તિ ફેલાવવાની પણ કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...