અનોખો શોખ:જૂનાગઢના દાત્રાણા ગામના ખેડૂત પાસે આઝાદી પહેલાના અને વિવિધ દેશોના સિક્કા અને ચલણનો સંગ્રહ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચલણી સિક્કા-નોટોનો સંગ્રહ - Divya Bhaskar
ચલણી સિક્કા-નોટોનો સંગ્રહ
  • બાળકો જૂના સિકકાઓ થકી આપણો ઈતિહાસ જાણી શકે : ખેડૂત

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણાના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાને ચલણ સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેમણે આઝાદી પહેલાના ચલણી સિક્કાઓ તથા જૂદા-જૂદા દેશોનું ચલણ અને સિકકાઓનો સંગ્રહ કર્યો છે. આ જૂના ચલણો થકી બાળકો ઇતિહાસ જાણી શકશે તેવું જણાવી રહ્યા છે.

આપણો ઇતિહાસ જાણવા માટે જૂના સિક્કાઓ પણ મહત્વના છે. પહેલાના રાજાઓ પોતાના નામના સિક્કાઓ પણ બનાવડાવતા. આ સિકકાઓ જે તે સમયનો ઇતિહાસ જાણવા ઘણા ઉપયોગી થાય છે. ત્યારે આ પુરાનો ઇતિહાસ બાળકો સિક્કાઓ દ્વારા જાણી શકે તે માટે જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાએ જૂના ચલણી સિક્કાઓ અને વિવિધ દેશનું ચલણ એકત્રિત કરી રાખ્યું છે.

નથુભાઇએ જણાવ્યું હતું કે, મને જૂના ચલણી સિક્કા અને વિવિધ દેશોનું ચલણ એકત્રિત કરવાનો શોખ છે. કોઇ પાસે હું જૂના સિક્કા કે ચલણી નોટ જોવ તો તેને ભારતીય રૂપિયા આપી ખરીદી કરી લઉ છું. વર્ષોથી આવી રીતે મે જૂના સિક્કા અને વિવિધ દેશની ચલણી નોટો એકત્રિત કરી રાખી છે. અત્યારે મારી પાસે રાણી, સિક્કા, દોકડા, આઝાદી પહેલાના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા, સહિત વિવિધ દેશના ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ છે.

આ સિક્કા અને નોટનો સંગ્રહ એટલા માટે કર્યો કે, આવનારી પેઢીના બાળકો પણ આપણા ઇતિહાસનો પૂરાવો જોઇ શકે તે માટે મૈં આ સિક્કાનો સંગ્રહ કર્યો છે. અને હજુ પણ કોઇ પાસે આવા જૂના સિક્કા અને ચલણી નોટ જોઇ જાવ તો તે ભારતીય ચલણ આપી ખરીદી કરી લઉં છું. ઘણીવાર સિક્કાઓનો સંગ્રહ જોવા માટે લોકો મારા ઘરે પણ આવે છે.

અન્ય સમાચારો પણ છે...