ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરની શેરીઓમાં મોડીરાત્રીના ધામા નાખ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. એક સાથે પાંચ પાંચ સિંહો સોસાયટીમાં આવી ચડી વાછરડાનું મારણ કર્યુ હતુ. જેના પગલે સોસાયટી વાસીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. હાલ સિંહોએ ધામા નાંખ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ચાલુ વર્ષે પડી રહેલ કાળઝાળ તાપ અને ગરમીના કારણે અકળાઈને ગીર જંગલ વિસ્તારમાંથી સિંહ સહિતના વન્યપ્રાણીઓ વારંવાર માનવ વસાહત વાળા વિસ્તારોમાં આંટાફેરા કરતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર જિલ્લાના ગીરના પાટનગર તાલાલા શહેરની સોસાયટીમાં એકીસાથે પાંચ પાંચ સિંહોએ ધામા નાંખ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોવા મળતા મુજબ તાલાલા શહેરમાં મામલતદાર કચેરીની પાછળ આવેલ ધારેશ્વર સોસાયટીમાં ગતરાત્રીના એક સાથે પાંચ સિંહો આવી ચડ્યા હતા. સિંહોએ સોસાયટી વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યા હતા ત્યારે એક વાછરડુ જોવા મળતા તેનું મારણ કર્યુ હતુ. બાદમાં સિંહોએ આરામથી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના એક રહીશે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.