24 કલાકમાં જ ઘર વાપસી:માણાવદરના એકલેરાના દલિત સમાજના આગેવાને કોંગ્રેસમાં જોડાયાના એક દિવસમાં જ ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો

જુનાગઢ17 દિવસ પહેલા

માણાવદર તાલુકાના એકલેરા ગામના દલિત સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રમેશ વેગડા ભાજપથી નારાજ થઈ કર્યો કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 24 કલાકમાં જ ફરી તઓએ ઘરવાપસી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાયા હતા
માણાવદર વિધાનસભામાં રાજકીય રંગ દિવસેને દિવસે જામતો જાય છે. માણાવદરમાં રાજકીય કાર્યકરોને પક્ષ પલટાનું જાણે ઘેલું લાગ્યું હોય તેમ વર્ષોથી જવાહર ચાવડા અને ભાજપ સાથે જોડાયેલા માણાવદર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને એકલેરા ગામના દલિત સમાજના આગેવાન રમેશ વેગડાએ અચાનક જ ભાજપને છોડી માણાવદર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીના હસ્તે પોતાના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, કોંગ્રેસમાં જોડાયાના 24 કલાકમાં જ ફરી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...