તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગ્રાહક માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને તેના હક્ક, અધિકાર અંગે ફ્રિ માહિતી અપાશે

શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગ્રાહક માર્ગદર્શન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. અહિં ગ્રાહકોને તેમના હક્ક, અધિકાર અંગે ફ્રિમાં માર્ગદર્શન અપાશે. આ અંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રાંત સહ સચિવ રાજુભાઇ રાવલે જણાવ્યું હતું કે, સંસ્થા જાગૃત ગ્રાહકોનું બિન રાજકીય સંગઠન છે.

આ સંસ્થા ગ્રાહક પાસેથી કે સરકાર પાસેથી કોઇ અનુદાન લેતી નથી. માત્ર ગ્રાહકોને નિ:શુલ્ક માહિતી આપવાનું કામ કરે છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ, જનકપુરી સોસાયટી સ્થિત માનસી શોપીંગ સેન્ટરમાં ગ્રાહક માર્ગદર્શન કેન્દ્ર ઉભું કરાયું છે. અહિં સાંજના 5 થી 7 દરમિયાન ગ્રાહકોને ફ્રિ માર્ગદર્શન અપાશે. ગ્રાહકોની સમસ્યા અને તેનો ઉકેલ તે જ ગ્રાહક પંચાયતની કાર્ય પદ્ધતિ છે.

અન્ય સમાચારો પણ છે...