તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંદોબસ્ત:લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને રોકવા 250થી વધુ પોલીસનો કાફલો

જૂનાયઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસ ઉપરાંત રાત્રીના પણ ખાસ ચેકીંગ, સોનાપુરી સ્મશાનથી જંગલ પ્રવેશના નાકા પર બંદોબસ્ત

જૂનાગઢમાં પ્રતિ વર્ષ થતી ગિરનારની લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાના કારણે બંધ કરાઇ છે. ત્યારે પરિક્રમા બંધ હોય કોઇ ભાવિકો પરિક્રમા કરવા ન આવે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને અેસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ સર્કલ પીઆઇ પી.એન. ગામેતી, ભવનાથ પીએસઆઇ એન.કે. વાજા તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

હાલ 1 ડીવાયએસપી, 1 પીઆઇ, 4 પીએસઆઇ, 75 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 50 જીઆરડી, ટ્રાફિક તેમજ મહિલા પોલીસ મળી 6 અધિકારી વગેરેની જુદી જુદી ટીમ તૈનાત કરાઇ છે. આ ટીમ દ્વારા સોનાપુરી સ્મશાન પાસેના 3 રસ્તા, દામોદર કુંડ, ભવનાથ મંદિર, ભરડાવાવ, ગિરનાર દરવાજા, ગિરનાર પર્વત, જંગલમાં પ્રવેશવાના જાંબુડી નાકા, બોરદેવી, ગિરનાર સીડી વગેરે સ્થળો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કોઇ પરિક્રમા કરવા પ્રવેશ ન કરે. સાથે યાત્રાળુઓને ધક્કો ન ખાવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser