કાર્યવાહી:જૂનાગઢમાં છરીનાં ઘા, ધોકાથી માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરનાં ઢાલરોડ પર રહેતા જીશાન શબ્બીર બેલીમે પોતાની ફઈ સાથે ઝઘડો થતા મનદુ:ખ રાખી શહેરનાં બુકર ફળિયામાં રહેતા ત્રણ શખ્સોએ છરીનાં ઘા અને પાઈપ-ધોકાની માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વધુમાં વિગત એવી છે કે, જૂનાગઢ શહેરનાં ઢાલરોડ, પાડાવાડા ચોક પાસે રહેતા જીશાન શબ્બીર બેલીમે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારી ફઈને શહેરનાં બુકર ફળીયા પાસે રહેતા સાહિલ ઉર્ફે કાણિયો, ઈલ્લુ પંજા અને શાહરૂખ પંજા સાથે ઝઘડો થયેલ હોય જેનું મનદુ:ખ રાખી મારા ઘર પાસે આવી.

મારી સાથે ઝઘડો કરી મને છરીનાં ઘા, લોકડાના ધોકા અને પાઈપથી માર મારી ગંભીર ઈજા પહોંચાડી છે. તેની ફરિયાદના આધારે પીએસઆઇ એ.બી.દત્તાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...