તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જૂનાગઢ જેલમાં કેદીએ જેલકર્મીને માર માર્યાની પોલીસમાં ફરિયાદ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બેરેકમાં બંધ કરતી વખતે ઝડતી કરતાં હુમલો કર્યો

જૂનાગઢ જેલમાં એક કેદીને બેરેકમાં બંધ કરતી વખતે તેની પાસે શંકાસ્પદ વસ્તુ હોવાનું જેલકર્મીને જણાયું હતું. આથી તેણે ઝડતી લેતાં કેદીએ તેને માર માર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ જેલના કેદી ફઈમ ઉર્ફે સુલતાન જાવેદભાઈ કામદાર પાસે તા. 25 ડિસે.ના રોજ સાંજે 6:45 વાગ્યે જેલ બંધી સમયે પ્રતિબંધિત ચીજ વસ્તુ હોવાની શંકા જેલ સહાયક હિંમતસિંહ નાથાભાઈને ગઇ હતી. આથી તેની ઝડતી લીધી હતી. પરિણામે ફઇમ ઉશ્કેરાયો હતો. અને હિંમતસિંહને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી વર્દીનો કોલર ખેંચતાં તે ફાટી ગઇ હતી.

હિંમતસિંહે તેની સામે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જૂનાગઢ જેલ વારંવાર કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે તાજેતરમાં જેલમાંથી મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. મોબાઇલ ફોન મળવાની ઘટનાઓતો અહીં અવાર-નવાર બનતી રહે છે પરંતુ તેના અંત સુધી તંત્ર પહોંચતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો