જુનાગઢ જીલ્લાના માંગરોળ બંદરની ફિશીંગ બોટમાં માછીમારી દરમિયાન અકસ્માતે દરિયામા પડી ડુબી ગયેલ ખલાસીના વારસદાર બાળકોને વિમા કંપની દ્વારા રૂપિયા 7,68,560 ના ચેક વીમા કંપનીના પ્રતિનિધિ તેમજ ખારવા સમાજના હસ્તે ચેક અપાયો.જુનાગઢના માંગરોળ બંદરના રહેવાસી મુરજીભાઈ માવજીભાઈ ખોરાવા ની મત્સ્યગંધા નામની ફિશીંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા નવસારી ધારાગીરી ગામના રમેશ ધીરુ નાયકા જે તારીખ. 25102021 ના બોટમાં સાત ખલાસીઓ સાથે ઓખા દરિયામા માછીમારી કરવા ગયેલ તે દરમિયાન ખલાસી રમેશ નાયકા અકસ્માતે દરિયામાં પડી ડુબી જતા લાપતા થયેલ હતા. ત્યારથી તેનો મૃતદેહ આજ સુધી મળી આવ્યો નથી બોટ માલીકે ખલાસીનો અકસ્માત વિમો ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્યુ કંપનીમા ઉતરાવે હતો ત્યારે નિયમોનુસાર કોઈ વ્યક્તી ની લાશ ન મળે તો તેને સાત વર્ષે બાદ વિમો મળે પરંતુ આ કેસમા તમામ તપાસ અને ખાત્રી બાધ ખલાસી પરીવાર સ્થિતીને ધ્યાને લઈ માનવતાના આધારે વિમાના કંપની દ્વારા ખલાસીની મૃત્યુ વળતર પેટેની પોલીસી મંજુર કરાતા આજરોજ માંગરોળ ખાતે પોરબંદરથી વિમા કંપનીના પ્રતિનિધિ તેમજ બોટ માલીક અને મૃતક ખલાસીના સસરા ની ઉપસ્થિતીમાં રુપિયા 7,68, 560 વીમા રકમના ચેક મૃતક ખલાસીના બે નાબાલીક બાળકોને માંગરોળ ખારવા સમાજના પટેલ ખોરાવા ના હસ્તે એનાયત કરાયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.