તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજિક સેવા:જૂનાગઢમાં નિરાધાર દિકરીના લગ્ન કરાવી આપતી સેવાભાવી સંસ્થા

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર વરપરાશની 70 ચિજોનો કરિયાવર આપી વિદાય કરાઇ

જૂનાગઢની સેવાભાવી સંસ્થાએ નિરાધાર દિકરીના ફ્રિમાં આદર્શ લગ્ન કરાવી, કરિયાવર આપી વિદાઇ આપી હતી. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે, કિષ્નાબેનના પિતાનું કોરોનામાં મોત થયા બાદ માતાનું પણ કોરોનાના કારણે મૃત્યું થયું હતું. પરિવારમાં અન્ય કોઇ ન હોય આ દિકરી તેમના નાની સાથે રહેતી હતી. જોકે, નાનીનું પણ કોરોનાના કારણે અવસાન થયું હતું.

બાદમાં આ નિરાધાર દિકરીના સત્યમ સેવા યુવક મંડળે ફ્રિમાં આદર્શ લગ્ન કરાવી આપ્યા હતા. એટલું જ નહિ ચેતનાબેન પાઠક, ગોગનભાઇ દિવરાણીયા,પ્રો. પી. બી. ઉનડકટ સહિતના દાતાઓના સહયોગથી ઘર વપરાશની 70 ચિજવસ્તુઓ આપી તેને વિદાય આપી હતી. આ તકે ડો. સુરેશ કુબાવત, રસેશ ભટ્ટ, લલીત દોશી, ચેતનાબેન પંડયા, મનોજ જોશી સહિતના અનેક લોકોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...