ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારને ઇ મેમો મોકલવામાં આવે છે. ત્યારે આવો ઇ મેમો લાંબા સમય સુધી ન ભરનાર સામે હવે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરતી નેત્રમ શાખા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના પીએસઆઇ પી.એચ. મશરૂએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિમયનો ભંગ કરનારને ઇ મેમો મોકલવામાં આવે છે.
જોકે, કેટલાક વાહન ચાલકોને બે અથવા ત્રણ- ત્રણ ઇ મેમો થયા હોવા છત્તાં દંડ ભરતા નથી! ત્યારે આ બાબત ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા આવા વાહન ચાલકો વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવાની સૂચના અપાઇ હોય આવા વાહન ચાલકો સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત વાહન ચેકીંગ દરમિયાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઇલમાંથી ચેક કરશે અને જે વાહન ચાલકની ઇ મેમો ભરવાની મુદ્દત પૂર્ણ થઇ હશે તેવા વાહન ચાલકો વિરૂદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવશે. તેમ છત્તા દંડ નહિ ભરે તો કોર્ટ કાર્યવાહી કરાશે. બાદમાં કોર્ટમાં તો દંડ ભરવો જ પડશે. ત્યારે આવી કોર્ટ કાર્યવાહીથી બચવા માટે જેમનો ઇ મેમો બાકી હોય તે સત્વરે ભરી આપે તે જરૂરી છે.
આ રીતે ઇમેમોની વિગત જાણી શકાશે
પોતાના વાહનનો ઇ મેમો ઇશ્યુ થયો છે કે નહિ તે જાણવા માટે https://echallanpayment.gujarat.gov.in/ ઉપર લોગઓન કરી, વાહન નંબર નાંખી ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. ઓફલાઇન ઇ મેમો ભરવા માટે નવી કલેકટર કચેરી સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ) તેમજ રેલવે સ્ટેશન સામે આવેલ સીટી ટ્રાફિક શાખામાં દરરોજ (રજાના દિવસોમાં પણ) ચલણ ભરવાની બારી ખુલ્લી રહેશે ત્યાં ઇ મેમો ભરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.