પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતે આવેલ દેહોત્સર્ગ પાછળ નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરેલ હોવાની અરજી વહીવટકર્તા દ્વારા કલેકટરને કરેલ જેમાં કલેકટર દ્વારા કરાયેલ હુકમ મુજબ પ્રભાસ પાટણ પોલીસે પ્રભાસ પાટણના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.
આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસ પાટણ ખાતે આવેલ નરસિંહ મંદિર ટ્રસ્ટના હાલના વહીવટકર્તા ઘનશ્યામદાસ ગુરૂ નેપાલીદાસજી ખાખી ઉ.વ.41એ કલેકટરને કરેલી અરજીના અનુસંધાને કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવા કરાયેલ હુકમ મુજબ પોલીસે નોંધેલ ગુન્હાની વિગતમાં નરસિંહ મંદિર ટ્રસ્ટની સર્વે નં. 78/1 ની ખેતી લાયક જમીનમાંથી આશરે 15 વિઘા જમીનમાં વરજાંગ જેઠાભાઇ સોલંકી રહે.પ્રભાસ પાટણ વાળાને વર્ષ 1993માં પ્રતિ વર્ષ રૂ.4 હજાર લેખે ખેતીકામ કરવા માટે આપેલ જે અંગે કોઇ પણ પ્રકારનું લખાણ કરેલ ન હોય પરંતુ આ જમીનમાં વાવેતર કરતા અને ત્યારબાદ જમીનનો કબ્જો તેની પાસે રાખેલ હતો.
ત્યારબાદ જમીનની ઉપજ ટ્રસ્ટને કોઇ પણ રકમ આપેલ નહીં જેથી જે તે વખતે ગુરૂ નેપાલીદાસજીએ અવાર નવાર કબ્જો સોપવા બાબતે સમજાવેલ. પરંતુ કોઇ જવાબ આપેલ નહીં અને આ દરમ્યાન ગુરૂ નેપાલીદાસજીનું અવસાન થતા ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે ઘનશ્યામદાસની નિમણુંક થતા ટ્રસ્ટની જમીનનો કબ્જો લેવા કલેકટરને કરેલી અરજીનો હુકમ થતા પોલીસે વરજાંગ જેઠાભાઇ સોલંકી રહે.પ્રભાસપાટણ વાળા સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા ની કલમ 4(3), 5(સી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટએ તપાસ હાથ ધરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.