જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણીયા ગામે ચાર માસ પહેલા યોજાયેલા એક સગીર વયની દીકરીના લગ્ન મામલે બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીએ વર-કન્યાના માતા- પિતા અને વરરાજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર દેશમાં બાળ લગ્ન કરાવવા ગુન્હો બને છે અને સગીર વયની દીકરીના લગ્ન બદલ સરકારે કડક કાયદાઓ બનાવેલ છે. તેમ છતાં હજુયે આવા અનેક કિસ્સાઓ છાશવારે સમાજમાંથી સામે આવી રહ્યા છે. જેમાં ચાર માસ પહેલા વિસાવદરના મોણીયા ગામના ધીરુભાઈ સોમાભાઈ રાઠોડ અને કંચનબેન રાઠોડની દીકરીની ઉંમર 17 વર્ષ 5 માસ અને 18 દિવસ હોવા છતાં તેઓએ અમરેલીના વડેરા ગામના ધનજી કરશનભાઈ મકવાણાના પુત્ર કૌશિક સાથે તેણીના લગ્ન કરી નાખ્યા હતા.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી એચ.એમ.રામાણીએ વરરાજા કૌશિક ,તેના માતા-પિતા ધનજીભાઈ અને અંબાબેન અને દીકરીના માતા-પિતા ધીરુભાઈ અને કંચનબેન સામે વિસાવદર પોલીસમાં કાયદેસરની પોલીસ ફરિયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.