રાત્રિ કફર્યુનો ભંગ કરનાર તેમજ માસ્ક ન પહેરનાર સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને લઇ જિલ્લા કલેકટર દ્વારા રાત્રિના 10થી સવારના 6 સુધી કફર્યુ જાહેર કરાયો છે. સાથે માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ પણ વસુલવા સૂચના અપાઇ છે.
ત્યારે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટની સૂૂચનાથી પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ કરીને એ ડિવીઝન પીઆઇ એમ. એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ એન. આઇ. રાઠોડ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલ, સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી, જે.એમ. વાજા અને ભવનાથ પીએસઆઇ એમ.સી. ચુડાસમા દ્વારા પોલીસ ટીમ બનાવી રાત્રી ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન મોડે સુધી દુકાન ખુલી રાખી તેમજ રખડતા ભટકતા રહી રાત્રિ કફર્યુનો ભંગ કરનાર 10 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જ્યારે 11 દિવસમાં માસ્ક વગર ફરતા 383 લોકોને પકડી પાડી 3,83,000નો દંડ વસુલ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.