ક્રાઇમ:વાડલા ફાટક પાસે ફાર્મ હાઉસમાં રૂપિયા 4.75 લાખની ઘરફોડી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ મકાનની ગ્રીલ તોડી રોકડ-દાગીના ચોર્યા

જૂનાગઢ-વંથલી હાઇવે પર વાડલા ફાટક પાસે એક ફાર્મમાં આવેલા મકાનની ગ્રીલ તોડી તસ્કરોએ રૂ. 4.75 લાખની રોકડ અને દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ-વંથલી હાઇવે પર શાંતનુ ફાર્મમાં રહેતા કુંજનભાઇ પ્રવીણભાઇ દવે (ઉ. 38) ના મકાનમાં તસ્કરોએ ગઇકાલે રાત્રે 3:30 વાગ્યાના અરસામાં પાછળની બારીની ગ્રીલ કાઢી બેડરૂમમાં પ્રવેશ્યા હતા. અને કબાટનું લોકર તોડી રૂ. 1,75,000 ની રોકડ અને રૂ. 3 લાખના આઠેક તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. બનાવની તપાસ પીએસઆઇ એ. પી. ડોડિયા ચલાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી ઘરફોડીના બનાવમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ પણ તસ્કરોને ઝડપી લેવા કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...