તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શહેરના બંધ મકાનના તાળા તોડી 21,000ની ચોરી કરનાર ઝડપાયો

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં થઇ હતી ચોરી
  • પોલીસે 9,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો , આરોપી 1 દિના રિમાન્ડ પર

સુખનાથ ચોકમાં બંધ મકાનના તાળા તોડી 21,000ના મુદ્દામાલની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લઇ 9,050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અબાઉમર યુનુસભાઇ અદનાન વ્હેલી સવારે 4 વાગ્યે ઘરને તાળા મારી બહારગામ ગયા હતા. દરમિયાન બંધ મકાનના તાળા તોડી કબાટ અને તિજોરીમાંથી રોકડ 13,500, સોનાના દાગીના 7,500 મળી કુલ 21,000નો મુદ્દામાલ કોઇ ચોરી ગયું હતું. આ મામલે એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

દરમિયાન ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ આર.જી. ચૌધરી અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ચોરી ધારાગઢ રોડ વિસ્તારના અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઇએ કરી હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ તપાસ કરતા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે 9,050નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિના રિમાન્ડ મંજૂર કર્યા છે.અત્રે ઉલ્લેખનીય બની રહે છે કે, શહેરમાં અવારનવાર ચોરી ઘટના સામે આવી છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ વધારવું જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...