સૈદ્ધાંતિક મંજૂરી:વંથલીથી ચૌટા રોડ ભારે વરસાદે બંધ ન થાય એ માટે પુલ બનશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઝવેની જગ્યાએ 1.80 કરોડના ખર્ચે બોક્ષ કલ્વર્ટ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી

તાજેતરમાંજ ભારે વરસાદ અને ભાદરમાં ઉપરવાસમાંથી પાણી આવતાં સરાડિયા અને ચૌટા વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા હતા. અને આખો રસ્તો બંધ થઇ ગયો હતો. આ સ્થિતીને કાયમી ધોરણે નિવારવા કોઝવેની જગ્યાએ હવે પુલ બનાવવામાં આવશે.

માણાવદરના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વંથલી, માણાવદર, બાંટવા, સરાડિયા અને ચૌટા રોડ વચ્ચે હયાત કોઝવેની જગ્યાને નવો પુલ બનાવવામાં આવશે. રૂ. 1.80 કરોડના આ કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. અને ટૂંક સમયમાં કામગિરી શરૂ કરાશે. આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સંબંધિત કાર્યપાલક ઇજનેરોને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...