સ્કેટિંગમાં ઝળક્યો:જૂનાગઢના 7 વર્ષીય બાળકે જોધપુર ખાતે આયોજીત નેશનલ સ્કેટિંગમાં ચોથો ક્રમ મેળવ્યો

જુનાગઢએક મહિનો પહેલા
  • સ્કેટિંગમાં સાત વર્ષની ઉંમરે બે નેશનલ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો

RSFI (રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા આયોજિત ત્રીજી રેન્કિંગ સ્પીડ સ્કેટિંગ નેશનલ ઓગસ્ટ 2022 જોધપુર ખાતે યોજાઈ હતી. જેમાં જૂનાગઢનો 7 વર્ષીય બાળક રાધે ઠુમ્મરે ભાગ લઈ ક્વોર્ટર ફાઈનલ સુધી રમ્યો હતો. જેમાં તેણે ચોથો ક્રમ મેળવ્યો હતો. સ્કેટિંગમાં સાત વર્ષની ઉંમરે બે નેશનલ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે.
નાની ઉંમરે અનેક સિદ્ધિઓ
માત્ર સાત વર્ષની ઉંમરે રાધે ઠુમ્મરે બે વખત નેશનલમાં રમ્યો છે જે ગૌરવની વાત છે જૂનાગઢનો આ બાળક પ્રથમ વખત પંજાબ ચંદીગઢમાં તેણે ફાઈનલ સ્કેટિંગ રમ્યું હતું. રાધે ઠુમ્મરે જીતેલા મેડલની જો વાત કરીએ તો તેમણે સતત 6:30 કલાક સ્કેટિંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. NAAE પુના દ્વારા એક નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ તથા ખેલ મહાકુંભમાં પણ તેઓએ સિદ્ધિઓ હાંસલ કરી છે. સાત વર્ષનો રાધે તેની ઉંમર કરતાં વધારે સર્ટિફિકેટ્સ એન્ડ મેડલ મેળવી ચૂક્યો છે.

ચાર વર્ષની ઉંમરે સ્કેટિંગની શરૂઆત કરી
રાધે ઠુમ્મરના માતા બિનલ બેન પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં ભણાવે છે. તેમના પિતા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ત્યારે રાધેય ઠુમ્મરના માતા બિનલબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાધેની આ સફળતામાં પિતા જય ઠુમ્મર અને સાથે દાદી જોશનાબેનનો મોટો ફાળો છે. રાધે ચાર વર્ષની ઉંમરે સ્કેટિંગની શરૂઆત કરી હતી. દાદી તેને લઈને સરદાર બાગ પ્રેક્ટિસમાં જતા ત્યારબાદ કોરોના દરમિયાન પ્રેક્ટિસ બંધ થઈ ગઈ અને ફરી શરૂ થઈ ત્યારથી રોજ ઝાંઝરડા ગામ બે કલાક પ્રેક્ટિસ માટે જતો હતો.
કોચનો મહત્વનો ફાળો
સ્કેટિંગમાં આગળ વધવાની પ્રેરણા આપનાર રાધે ઠુમ્મરના માઇસ્ટોન તેમના કોચ કીર્તિબેન ધાનાણી છે. તેના કોચિંગ વગર નેશનલ પહોંચવું શક્ય જ ન હોતું શરૂઆતથી જ લઈને નેશનલ અને હજુ ઇન્ટરનેશનલ પહોંચાડવાના સફરમાં કોચ કીર્તિબેન સાથે જ છે અને ખૂબ જ સરસ ટ્રેનીંગ અને પ્રેરણા આપી રહ્યા છે.
સ્કૂલ તરફથી ખુબ સપોર્ટ મળ્યો
રાધેય ઠુમ્મરને સપોર્ટ કરવામાં તેની સ્કૂલ એકલવ્ય પબલિક સ્કૂલનો પણ ખૂબ સહકાર રહ્યો છે. ચાલુ શાળાએ એક અઠવાડિયા સુધી રજા મળવી અભ્યાસ ડિસ્ટર્બ થાય તો ફરીથી શીખવાડવું બાળકને મોટીવેટ કરવા જેવી બાબતોમાં પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ અને ટીચર્સનો ખૂબ સપોર્ટ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...