દુઃખદ ઘટના:ધાણામાં છંટકાવ કરવાની દવા પી જતાં 3 વર્ષની બાળકીનું મોત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટલ બાજુમાં જ પડી હોઇ રમતા રમતાં પી લીધી, હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઈ'તી

વંથલીની સીમમાં મધ્યપ્રદેશનો યુવાન ધાણાના પાકમાં જંતુનાશક દવાનો છટકાવ કરી રહ્યોં હતો ત્યારે બાજુમાં પડેલ દવાની બોટલમાંથી 3 વર્ષની બાળકીએ ભૂલમાં દવા પી લીધી હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનો તુરંત સારવાર માટે લઈ ગયા હતા. જો કે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વંથલીમાં દિલાવર નગર પાસે ભીખુભાઇની વાડીએ રહેતાં નરસીભાઈ અરજણભાઈ રાઠવા મુળ રહે.વતનગઢ મધ્યપ્રદેશ વાળાએ પોલીસમાં જણાવ્યાં અનુસાર નરસીભાઈ ભીખુભાઈની વાડીએ ધાણાના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યાં હતાં.

અને પાસે જ દવાની બોટલ પડી હતી અને રીયા નરસી ઝાલા (ઉ.વ 3) રમતા રમતા ભુલથી આ ઝેરી દવા પી જતાં પરિવારજનો સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...