વિધાનસભાની -2022ની ચૂંટણીને લઇ મતદારોની ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ અંગે જિલ્લા લાઇઝ 1950 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદો અંગે સંતોષકારક માહિતી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખામાં કાર્યરત આ 1950 હેલ્પલાઇન નંબર પર છેલ્લા 15 દિવસમાં 59 લોકોએ પોતાની ફરિયાદો અંગે માહિતી મેળવી છે. જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી કોઇ ફરિયાદ હોય તો તેની માહિતી માટે જિલ્લા ચૂંટણી શાખામાં 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવી છે.
જેમાં તા.1 થી 15 નવેમ્બર સુધી 59 મતદારોએ કોલ કરી ચૂંટણી કાર્ડ બાબતે માહિતી મેળવી છે. સામાન્ય આ હેલ્પલાઇનમાં મતદારો ચૂંટણી કાર્ડ બનાવવા, નામ નોંધવવા, સરનામું બદલાવવા, ચૂંટણી કાર્ડ ન મળ્યું હોય, ચૂંટણી કાર્ડ ખોવાઇ ગયાની ફરિયાદો કરતા હોય છે જેને હેલ્પલાઇન પર હાજર કર્મચારી દ્વારા મતદારોને સંતોષકારક માહિતી આપી તેમની ફરિયાદનું નિરાકરણ લાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.