તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્‍વાગત:કેશોદના રહીશ એવા 17 વર્ષ સેનામાં ફરજ બજાવી નિવૃત થયેલા ફૌજીનું વતનમાં ભાવભેર સ્‍વાગત

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે વાજતે-ગાજતે સર્વે રાજકીય-સામાજીક આગેવાનોએ હારતોરા કરી ફૌજીને આવકાર્યા

જુનાગઢ જીલ્‍લાના કેશોદ તાલુકાના મગરવાડા ગામનાં વીરજીભાઈ ધુળાનો એકનો એક પુત્ર પ્રફુલભાઈ ધુળા છેલ્‍લા 17 વર્ષથી ભારતીય સેનામાં દેશસેવા રૂપી ફરજ બજાવી રહયા હતા. તાજેતરમાં ફૌજી પ્રફુલભાઇ નિવૃત્ત થઇ માદરે વતન પહોંચેલ ત્‍યારે કેશોદ શહેરના ચારચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જુદી-જુદી સંસ્થાઓ તથા તમામ સમાજના પ્રતિનિઘિઓએ ફોજીને હારતોરા સાથે કુમકુમ તિલક કરી આવકાર્યા હતા.

કેશોદ શહેર અને તાલુકાને ગૌરવ અપવાનાર નિવૃત્ત ફૌજી પ્રફુલભાઈ વિરજીભાઈ ધુળા ભારતીય સેનામાં સંગ ૧૭ વર્ષ સુઘી ફરજ બજાવી હતી. સેવાકાળ દરમ્‍યાન ફૌજી પ્રફુલભાઇની દેશના જમ્મુ- કાશ્મીર, પંજાબ, હિમાચલ અને અરૂણાચલ પ્રદેશની સરહદ પર તૈનાતી થતા દેશ સેવારૂપી ફરજ બજાવી હતી. તાજેતરમાં તેઓ સેનાના નિયમોનુસાર નિવૃત થયા હતા. જેથી તેઓ માદરે વતન કેશોદ પહોચેલ ત્‍યારે ચારચોકમાં ડો.બાબા સાહેબ આબેંડકરની પ્રતિમા પાસે ફૌજી પ્રફુલભાઇ ઘુળાને ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત રાજકીય અને સામાજીક આગેવાનોએે સાથે કળશધારી દિકરીઓએ કુમ કુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.સ્નેહલ તન્ના તથા તેમની ટીમ, પાલીકાના પૂર્વપ્રમુખ જેન્તીભાઈ ધુળા સહિત જુદી-જુદી સંસ્‍થાના હોદેદારો તથા તમામ સમાજના આગેવાનોએ નિવૃત ફૌજીના હારતોરા કરેલ હતા. ચાર ચોક વિસ્તારમાં ડો.બાબા સાહેબની પ્રતિમાને નિવૃત ફૌજી સહિતના આગેવાનોએ હારતોરા કરેલ હતા. ત્‍યારબાદ નિવૃત ફૌજીને જીપમાં બેસાડી ડી.જે.ના તાલે જુદા જુદા રસ્‍તાઓ પર ફેરવી તેમના નિવાસસ્‍થાને લઇ જવામાં આવેલ હતા. નિવૃત્ત ફૌજી પ્રફુલભાઈ ધુળાના સ્વાગત કાર્યક્રમમાં ભારત માતા કી જય અને વંદેમાતરમનાં ગુંજી ઉઠેલા નારાથી રાષ્ટ્રીય એકતા સભર વાતાવરણ ખડુ થઇ ગયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો